નોટો પર 'બાપુ'ની સ્મિત રેલાવતી તસવીર પાછળનો રોચક ઇતિહાસ: જાણો ક્યારે અને કોણે લીધો હતો આ ઐતિહાસિક નિર્ણય! આજકાલ વોટ્સએપ ચેનલ
નોટો પર 'બાપુ'ની સ્મિત રેલાવતી તસવીર પાછળનો રોચક ઇતિહાસ: જાણો ક્યારે અને કોણે લીધો હતો આ ઐતિહાસિક નિર્ણય! આજકાલ વોટ્સએપ ચેનલ
June 05, 2026 11:50 AM
આજે આપણે જે પણ ચલણી નોટ હાથમાં લઈએ, તેના પર મહાત્મા ગાંધીનો હસતો ચહેરો અચૂક જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે આઝાદીના શરૂઆતના વર્ષોમાં ભારતીય નોટોનો ચહેરો કંઈક જુદો જ હતો? નોટ પર 'બાપુ'ની છબી કાયમી કરવા પાછળ એક લાંબો ઇતિહાસ અને સુરક્ષાના ખાસ કારણો જોડાયેલા છે. બ્રિટિશ કિંગથી શરૂ થઈને 'અશોક સ્તંભ' સુધીની સફર ગુલામીનો કાળ:- આઝાદી પહેલા ભારતમાં ચાલતી કરન્સી નોટો પર બ્રિટિશ રાજા કિંગ જ્યોર્જ પંચમ (V) અને કિંગ જ્યોર્જ છઠ્ઠા (VI) ના ફોટા છપાતા હતા, જે બ્રિટિશ શાસનની ગુલામીની યાદ અપાવતા હતા. આઝાદી પછીનો સંક્રમણ કાળ:- ૧૯૪૭માં દેશ આઝાદ થયો હોવા છતાં, નવી ડિઝાઇન અને પ્રિન્ટિંગની વ્યવસ્થા ગોઠવવામાં સમય લાગ્યો હોવાથી લગભગ બે વર્ષ સુધી બ્રિટિશ રાજાની તસવીરવાળી નોટો જ ચલણમાં રહી હતી. આઝાદ ભારતનું પ્રથમ પ્રતીક:- વર્ષ ૧૯૪૯માં ભારત સરકારે પહેલીવાર રૂ.૧ ની નવી નોટ બહાર પાડી, જેમાં બ્રિટિશ રાજાના સ્થાને સારનાથના ઐતિહાસિક 'અશોક સ્તંભ' ને સ્થાન આપીને દેશની આઝાદીનું ગૌરવ પ્રગટ કરાયું. વર્ષ ૧૯૬૯:- નોટ પર પહેલીવાર દેખાયા મહાત્મા ગાંધીમહાત્મા ગાંધીની તસવીર સૌપ્રથમવાર કોઈ સામાન્ય નોટ પર નહીં, પરંતુ વર્ષ ૧૯૬૯માં તેમની જન્મશતાબ્દી (૧૦૦મી જન્મજયંતિ) ની ઉજવણીના ભાગરૂપે બહાર પાડવામાં આવેલી એક ખાસ સ્મારક નોટ પર છાપવામાં આવી હતી. ત્યારબાદ ઓક્ટોબર ૧૯૮૭માં જ્યારે પહેલીવાર નવી રૂ.૫૦૦ ની નોટ બજારમાં આવી, ત્યારે તેમાં બાપુની હસતી તસવીરનો નિયમિત ચલણ તરીકે ઉપયોગ કરાયો હતો. ૧૯૯૫નો એ નવો વળાંક:- આખરે કાયમી તસવીરનો નિર્ણય કોણે લીધો? ૧૯૯૦ના દાયકામાં દેશમાં નકલી નોટો (ફેક કરન્સી) નું દૂષણ અને ચિંતા ખૂબ વધી ગઈ હતી. નોટોની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત અને આધુનિક બનાવવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ આખી કરન્સી સિરીઝને રિ-ડિઝાઇન કરવાનું નક્કી કર્યું.
ખાસ કારણો જોડાયેલા છે.
બ્રિટિશ કિંગથી શરૂ થઈને 'અશોક સ્તંભ' સુધીની સફરખાસ કારણો જોડાયેલા છે. બ્રિટિશ કિંગથી શરૂ થઈને 'અશોક સ્તંભ' સુધીની સફર